બનાસકાંઠા ખાતે આવેલ ધાનેરામાં ઘરની સામેથી બાઈકની ચોરી : સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ

crime

copy image

બનાસકાંઠા ખાતે આવેલ ધાનેરામાં ચોરીનો બનાવો સામે આવ્યો છે. જે ઘટનામાં ગત રાત્રે ધાનેરામાં ઘરની સામેથી બાઈકની ચોરી થયેલ છે. જે સમગ્ર્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગયેલ છે. ધાનેરા ખાતે આવેલ  શ્રીરામ સોસાયટીમાં ગઇ રાત્રિના દિનેશભાઈ પોતાનું બાઈક ઘરની બહાર પાર્ક કરેલ હતું. વહેલી સવારે બાઈક હાજર ન મળતા નિજીકમાં કન્યા છાત્રાલયમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં જોતા રાત્રિના સમયે એક અજાણ્યો ઇસમ આવી બાઈકનું લોક તોડી ત્યાંથી લઈ ફરાર થઈ ગયેલ છે. આ અંગે દિનેશભાઈએ સમગ્ર ઘટના વિશે પોલીસને જાણ કરી હતી. પોલીસ તત્કાલિક ઘટના સ્થળ પર આવી પહોંચી સીસીટીવી ફૂટેજ ના આધારે આગળની વધુ તપાસ આરંભી છે.