ગાંધીધામ ખાતે આવેલ રેલવે કોલોનીમાં બંધ ઘરમાથી તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
copy image
ગાંધીધામ ખાતે આવેલ રેલવે કોલોનીમાં એક બંધ મકાનનું તાળું તોડી રોકડ રકમ સહિત 8,500ના મુદ્દામાલની તસ્કરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. મળેલ માહિતી અનુસાર આ બનાવ ગત તા. 21ના સવારે 7 વાગ્યાથી બપોરે 2.15 વાગ્યાના અરસામાં બનેલ હતો. આ અંગે અરૂપ કૈલાસ દાધીચ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. નોંધાવેલી ફરિયાદ અનુસાર ફરિયાદી રેલવે હોસ્પિટલ ખાતે નોકરી પર ગયેલ હતા. બપોરે પરત ઘરે આવતા ઘરમાં ચોરી થયેલ હોવાનું જાણવા મળ્યું હતું. તસ્કરો દરવાજાના નકુચા તોડી અંદર પ્રવેશ્યા હતા. આ ચોરીમાં તસ્કરો બેન્કોના બે ક્રેડિટ કાર્ડ, બોટ કંપનીનો હેડફોન, રોકડા રૂપિયા 1200 તેમજ ટાઈટન કંપનીની કુલ કિ.7000ની ઘડિયાળ સહિતની મતાની તસ્કરી કરી ગયા હતા. આ મામલે પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે.