નખત્રાણા ખાતે આવેલ રવાપરમાં એક યુવાનને આખલાએ હડફેટે લેતાં હાલત ગંભીર : લોકોમાં ભયનો માહોલ
નખત્રાણા ખાતે આવેલ રવાપરમાં રખડતા આખલાના વધતા ત્રાસના કારણે લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. 5 દિવસ અગાઉ એક યુવાનને આંખલાએ હડફેટે લેતા યુવાનની હાલત ગંભીર છે અને ભુજમાં સારવાર હેઠળ છે મળેલ માહિતી મુજબ મુળ ઉત્તરપ્રદેશનો અને હાલમાં રવાપરમાં રહેતો બિરસિંઘ રામકિશન રાજપુત પોતાની મોટરસાઇકલ વડે ગામડાંમાં ચટપટીની ફેરી કર્યા બાદ સાંજે પરત રવાપર આવી રહ્યો હતો તે દરમીયાન ઘડાણી ફાટકની નજીક હાઈવે પર આખલાએ હડફેટે લેતાં યુવાન રોડ પર ફંગોળાઈ ગયેલ હતો. રોડ પરના દુકાનદારોઓએ બિરસિંઘને 108 એમ્બ્યૂલન્સ દ્વારા પ્રથમ નખત્રાણા અને ત્યાર બાદ વધુ સારવાર માટે ભુજ ખાતે લઈ જવામાં આવેલ હતો. હાલમાં યુવાન લેવા પટેલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા ઓપરેશન બાદ પણ હજુ તબિયત ગંભીર હોવાનું જાણવા મળેલ છે.