ગાંધીધામમાં ત્રણ શખ્સોનો યુવાન પર હુમલો કરાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
ગાંધીધામમાં પત્ની સાથે મિત્રતા હોવાનું મનદુ:ખ રાખી ત્રણ શખ્સો દ્વારા એક યુવાન પર હુમલો કરાતા એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. મળેલ માહિતી અનુસાર ગાંધીધામ ખાતે આવેલ મેઘપર બોરીચીની અંબીકા ટાઉનશીપમાં રહેતા મહમ્મદશેફ સલીમભાઇ ચૌહાણ દ્વારા અંગે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલી ફરિયાદ અનુસાર ગત મંગળવારે બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં ફરિયાદી વોર્ડ-9/બી છત્રીસ ક્વાર્ટર નજીક તેમના મિત્રો સાથે બેઠા હતા તે દરમિયાન વિશાલ ઉર્ફે ઘોડા લાલબાબુ વર્મા, મેહુલ કાલુરામ બાલોટિયા અને ભુપેન્દ્ર છોટેલાલ કેવડતેમની નજીક આવ્યા હતા અને વિશાલે તું મારી પત્ની સાથે મિત્રતા કેમ રાખશ એમ કહી માર માર્યા બાદ કાચની બોટલ મારી મારો દાંત પાડી દીધો હતો તેની સાથે આવેલા મેહુલે લાકડાના ધોકા વડે માર માર્યો હતો, તો ભુપેન્દ્રએ પણ ધક બુશટનો માર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. ત્યાર બાદ તેમના મિત્રો સારવાર અર્થે રામબાગ હોસ્પિટલ ખાતે લઇ ગયેલ હતા. તેમણે એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ હતી. પોલીસે આ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.