ગાંધીધામ ખાતે આવેલ કિડાણામાં 25 હજારના દારૂ સાથે 1 શખ્સને પોલીસે ઝડપી પાડ્યો
copy image
ગાંધીધામ ખાતે આવેલ કિડાણાના રહેણાક મકાનમાં પૂર્વ બાતમીના આધારે સ્થાનિક પોલીસે દરોડો પાડી કુલ કિ. રૂ.25 હજારના વિદેશી શરાબ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. મળેલ માહિતી અનુસાર બી-ડિવિઝન પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કિડાણાની મોતી મસ્જિદ નજીક પહોંચતા તેમણે ખાનગી રહે બાતમી મળેલ હતી કે, કિડાણાના રામ મંદિર પાછળ લોહાણાવાસમાં રહેતો સંજયપુરી શિવપુરી ગુસાઇ પોતાના કબ્જાનાં મકાનમાં વિદેશી દારૂ મગાવી વેપલો કરી રહ્યો છે. મળેલ બાતમીના આધારે તેના રહેણાકમાં દરોડો પાડી કુલ કિ. રૂ.25,750 ની કિંમતના વિદેશી દારૂની 67 બોટલ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. પોલીસે પકડાયેલા આરોપી સામે ગુનો દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
