42000ના મુદ્દામાલ સાથે 9 જુગારપ્રેમીઓ ઝડપી પાડતી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ

copy image

ગાંધીધામ પોલીસ પેટ્રલિંગમાં હતી તે દરમીયાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગાંધીધામ ખાતે આવેલ મહેશ્વરી નગર ચામુંડા માતાજીનાં મંદીરની સામે આવેલ ઓટલા પર અમુક ઈશમો જાહેરમાં તીન પત્તીનો રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી કુલ કી. 42,200ના મુદ્દામાલ સાથે જુગાર રમતા નવ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલા આરોપીઓ સામે જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલ આરોપીઓ :

  1. અલ્તાફ અબ્દુલ ચાવડા ઉ.વ.22 રહે કિડાણા, ગાંધીધામ
  2. જયંતી આસમલ સીજુ ઉ.વ.25 રહે ગાંધીધામ
  3. પ્રકાશભાઈ મીઠુભાઇ થારુ ઉ.વ.22 રહે ગાંધીધામ
  4. સુનીલભાઈ ખીમજીભાઈ મહેશ્વરી ઉ.વ.28 રહે નવી સુંદરપૂરી, ગાંધીધામ
  5. ચંદ્રેશભાઈ વિનોદભાઇ ભાટિયા ઉ.વ.22 રહે કિડાણા, ગાંધીધામ
  6. કિશનભાઈ લઘુભાઇ મહેશ્વરી ઉ.વ.23 રહે કેરા, ભુજ
  7. વિજયભાઈ અશોકભાઇ વીંજોડા ઉ.વ.18 રહે ગાંધીધામ
  8. ગફુર જાફર છૂછીયા ઉ.વ.28 રહે કિડાણા, ગાંધીધામ
  9. મહોમદારફીક સુલતાનશા સૈયદ ઉ.વ.24 રહે કિડાણા, ગાંધીધામ