ચરસ મળવાનો સિલસિલો જારી, વધુ બે ચરસનાં પેકેટ મળી આવ્યા

crime-1-150x150-1

copy image

માદક પદાર્થ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે વધુ બે ચરસના પેકેટ મળી આવ્યા. મળેલ માહિતી અનુસાર  કોરીક્રીક નજીક તેમજ લુણા બેટમાંથી એક-એક એમ બે ચરસનાં પેકેટ મળી આવ્યા હતાં. તલાશી અભિયાન દરમ્યાન બીએસએફને કોટેશ્વર નજીક આવતા કોરીક્રીક નજીકથી એક શંકાસ્પદ ચરસનું પેકેટ મળી આવેલ હતું. આ ઉપરાંત બીએસએફ અને જખૌ મરીન પોલીસના સંયુક્ત તલાશી અભિયાન પર હતા તે દરમ્યાન જખૌ બંદરથી 11 કિ.મી. દૂર નિર્જન લુણા બેટ પરથી પણ એક શંકાસ્પદ ચરસનું પેકેટ બરામત થયેલ હતું.