અંજારમાથી કુલ 21000 ના મુદ્દામાલ સાથે 6 જુગારપ્રેમીઓ ઝડપાયા

copy image

અંજાર પોલીસ પેટ્રલિંગમાં હતી તે દરમીયાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, અંજાર ખાતે આવેલ ખલીફા સોસાયટી કબીર મંદિર પાછળ આવેલ શેરીમાં અમુક ઈશમો સ્ટ્રીટલાઇટના અજવાળે જાહેરમાં ગંજી પાનાં વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રમાડી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી કુલ કી. 21,350ના મુદ્દામાલ સાથે જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલા આરોપીઓ સામે જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલ આરોપીઓ :

  1. અલતાફ ઉમર ત્રાયા ઉ.વ.23 રહે અંજાર
  2. ઉજવલ જીવરાજ ગોસ્વામી ઉ.વ.36 રહે અંજાર
  3. રફીક અલીમામદ સમેજા ઉ.વ.30 રહે અંજાર
  4. મામદશા સુમારશાશેખ ઉ.વ.27 રહે અંજાર
  5. મોસીમશા હાલીશા શેખ ઉ.વ.26 રહે અંજાર
  6. જયેશ ઉર્ફે ચકો વેલજીભાઇ પ્રજાપતિ ઉ.વ.44 રહે વરસામેડી, અંજાર