માનકૂવામાં થયેલ અક્ટિવા ચોરીનો ભેદ એલસીબીએ ઉકેલ્યો
એલસીબી ટીમ પેટ્રોલિંગ પર હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, મુંદ્રાથી ભુજ તરફ બે શખ્સ ચોરી કરેલી એક્ટિવા લઇને આવી રહ્યા છે. મળેલ બાતમીના આધારે એલસીબીની ટીમે એક્ટિવાને રોકાવી તેના આધાર-પુરાવા માગતા તે રજૂ કરી શક્યા ન હતા જેથી એક્ટિવાચાલક સત્યમ ધનજી બાલાસરા અને હર્ષદ કમલેશ પંડયાની વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું ગત તા. 20-8ના ભુજની અક્ષર રેસિડેન્સી ખાતેથી ગાડીમાં એક્ટિવા રાખી અંજાર લઈ ગયેલ હતા. આમ, માનકૂવાનો એક્ટિવા ચોરીનો ભેદ એલસીબી ટીમે ઉકેલ્યો છે.