ભુજ ખાતે આવેલ માધાપરમાથી છ જુગારપ્રેમીઓને પોલીસે ઝડપ્યા

copy image

ભુજ ખાતે આવેલ માધાપરના નવાવાસના એકતાનગરમાં ગત રાત્રે પાણીના ટાંકાની નજીક ધાણીપાસા વડે જુગાર રમતા 6 જુગાર પ્રેમીઓને રૂા. 10,300ના મુદ્દામાલ સાથે માધાપર પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલા આરોપીઓ સામે જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.