પાર્ક કરેલી કારના કાચ તોડી પાડવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

 

 

ભુજમાં જિલ્લા પંચાયત સામે સૂરમંદિર સિનેમા પાછળના ભાગે આવેલ  રાજમહેલ હોટેલના પાર્કિંગમાં તેના માલિકે પોતાની કાર પાર્ક કરેલી હતી. પાર્ક કરેલી કારના કાચ ધોકા વડે તોડી પાડવામાં આવતા રૂા. 20,000ની નુકસાની અંગે એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. આ મામલે લોદ્રાણીના રવિરાજસિંહ દિલુભા વાઘેલા દ્વારા  ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.  નોંધાવેલી ફરિયાદ અનુસાર ગત બુધવારે રાતના અરસામાં રાજમહેલ હોટેલની પાર્કિંગમાં પાર્ક કરેલી સ્વિફટ કાર નં. જી.જે. -12- એફ.ડી.-1428ને આરોપીએ ધોકા વડે ગાડીના આગળ-પાછળના તમામ કાચ તોડી રૂા. 20,000નું નુકસાન કરેલ છે. આરોપીની આ ગેરપ્રવૃતિ પાછળનું કારણ સામે આવ્યું નથી. આ બાબતે પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.