માંડવીને રેલવે સુવિધા અપાવવા માટે 25થી વધુ એસોસિયેશન દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું
૨૫ વર્ષથી લગાતાર માંગણી કરવા બાદ પણ આજે માંડવી વિસ્તાર રેલ્વે સુવિધાથી વંચિત છે. જેની માંગણીને માંડવી ચેમ્બર દ્વારા આગળ વધારવામાં આવશે. માંડવી વિસ્તારમાં રેલવે સુવિધા પ્રાપ્ત થઈ શકે તે અંગે માંડવી શહેરના 25થી વધુ એસોસિયેશન દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજિત મીટિંગમાં સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવની મદદ લેવામાં આવશે. મળેલ માહિતી મુજબ જરૂર જણાતા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રજૂઆત કરવામાં આવશે, કારણ કે રેલવે માંડવીની જીવા દોરી સમાન છે તેવું જાણવા મળેલ છે.