ભચાઉમાથી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 3 શખ્સ ઝડપાયા : 3 ફરાર

copy image

ભચાઉ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભચાઉ ખાતે આવેલ સીતારામપુરાના રહેવાસી વીનોદગર રમેશગર ગોસ્વામીના રહેણાક મકાન મકાનની બહાર જાહેર જગ્યામા અમુક ઈશમો તીનપત્તી વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી કુલ કિ.15,600ના મુદામાલ સાથે ત્રણ ખેલીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે ત્રણ આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે પકડાયેલા આરોપીઓ સામે જુગારધારાની કલમો તળે ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલા આરોપીઓ :

  1. વીનોદગર રમેશગર ગોસ્વામી ઉ.વ.21 રહે ભચાઉ
  2. અબદુલશા ઇબ્રાહિમશા ફકીર ઉ.વ.38 રહે ભચાઉ
  3. મયુરભાઈ મનુભાઈ કોલી ઉ.વ.28 રહે ભચાઉ