લખપત ખાતે આવેલ જુણાચાય ગામમાં કુહાડીના ઘા મારી ગાયની હત્યા કરનાર આરોપી ઝડપાયો
લખપત ખાતે આવેલ જુણાચાય ગામમાં એક શખ્સે કુહાડીના ઘા મારી ગાયની હત્યા કરતા ગૌ પ્રેમીઓ રોષે ભરાયા છે. મળેલ માહિતી અનુસાર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ આ બનાવમાં ફરિયાદી ગાયના માલિક જુણાચાય ગામના સ્વરૂપસિંહ સોનાજી જાડેજાએ આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલી છે. નોંધાવેલી ફરિયાદ અનુસાર ફરિયાદીની ગાય મેઘપર ગામના આરોપી જુસબ આમદ લુહારની વાડીમાં ચરવા માટે ગયેલ હતી. જેના કારણે આરોપીએ રાત્રિના સમયે જુણાચાય ગામના નેતાજી વેલાજીના ઘર નજીક કુહાડીના ઘા મારી ગાયનું મોત નીપજાવી નાસી ગયેલ હતો. બનાવ બાદ સ્થાનિકે લોકો એકઠા થયેલ હતા અને પોલીસને જાણ કરવામાં આવતા તુરંત જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આરોપી વિરુદ્ધ નરા પોલીસ મથકે ધાર્મિક લાગણી દુભાવવા તેમજ પશુ પ્રત્યે ઘાતકીપણાનો ગુનો દાખલ કરી ઝડપી પાડવામાં આવ્યો હતો.