ભચાઉ ખાતે આવેલ સામખિયાળીમાથી ટ્રેન મારફતે શરાબ લાવનાર 3 શખ્સોને  91 હજારના  દારૂ સાથે પોલીસે ઝડપ્યા

copy image

  ભચાઉ ખાતે આવેલ સામખિયાળીમાં ટ્રેન દ્વારા દારૂ લાવનાર ત્રણ શખ્સને પોલીસે ઝડપીને તેમની પાસેથી રૂા. 91,675નો શરાબ કબ્જે કર્યો હતો. મળેલ માહિતી અનુસાર સામખિયાળીમાં મુરલીધર હોટેલની પાછળ બેઠેલા શખ્સો પાસે  દારૂ હોવાની પૂર્વ બાતમીના આધારે વહેલી સવારે સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. બેગ લઈને બેઠેલા શખ્સો નજીક પહોંચતાં એક શખ્સ નાસી છૂટ્યો હતો. પોલીસે તેનો પીછો કરી ઝડપ્યો હતો.  પકડાયેલા આરોપીઓ પાસે રહેલા થેલાઓ માથી અલગ અલગ બ્રાંડના કુલ કિ.91,675નો શરાબ કબ્જે કરાયો હતો. મળેલ માહિતી મુજબ બાડમેરના શેઠ ઓમપ્રકાશ સુતરારામ જાટે આ માલ જોધપુરથી આપેલ  હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ  સામે ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.