ગાંધીધામ ખાતે આવેલ મીઠીરોહર GIDC માર્ગની હાલત ખરાબ થતાં લોકોમાં  ભય  

ગાંધીધામ ખાતે આવેલ મીઠીરોહર બાય પાસ જીઆઈડીસીથી કંડલા પોર્ટને જોડતા માર્ગો અનેક રીતે બદતર હાલતમાં જોવા મળી રહ્યા છે. આમાંનો એક માર્ગ એટલે મીઠીરોહર થઈને કંડલા જતો માર્ગ છે. મળતી માહતી અનુસાર આ માર્ગ એટલી હદે ખરાબ સ્થિતિમાં મુકાયો છે કે આ રસ્તામાંથી કપચી તેમજ મોટા કાંકરા બહાર નીકળી રહ્યા છે. ત્યારે લોકોનું કહેવું છે કે અહીંથી પસાર થનાર લોકોની સાથે કોઈ દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ ગણાશે? રોડ પર મસમોટા ખાડા પડી જવાના કારણે વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે, સાથે જ વાહનોમાં પણ નુકસાન થતું જોવા મળી રહ્યું  છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રોડનું રીપેરીંગ કરવામાં આવે અથવા નવો રોડ બનાવી આપવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.