ગાંધીધામના એક મકાનમાંથી રૂા. 26,400નો દારૂ જપ્ત : આરોપી ફરાર
copy image
ગાંધીધામ ખાતે આવેલ રોટરીનગર વાવાઝોડા વિસ્તારમાંથી મકાન નંબર 746નો કબ્જો ધરાવતો ભાવેશ કાનજી માતંગ દારૂ વેચતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી, કાર્યવાહી દરમીયાન મકાનમાંથી કુલ કિ. 26,400ની 66 બોટલ કબ્જે કરવામાં આવેલ હતી. જ્યારે, શખ્સ ઘરે હાજર ન હતો. પોલીસે નાસી છૂટેલ આરોપી સામે ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.