ધ ફાર્મ હોટલમાથી કુલ 17 લાખના મુદામાલ સાથે  બે મહિલા સહિત સાત જુગારપ્રેમીઓને પોલીસે ઝડપ્યા

copy image

 

મુંદરા પાસે આવેલ હોટલ ધ ફાર્મ ઈનમાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગરાના અડ્ડામાં બે મહિલા સહિત સાત જુગાર પ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. દરોડા દરમીયાન રોકડા રૂા. 5,64,500 સહિત 17,89,500નો મુદ્દામાલ હસ્થગત કરવામાં આવ્યો હતો. મળેલ માહિતી અનુસાર પૂર્વ બાતમીના આધારે મુંદ્રા નજીક ભોરારા રોડ પર આવેલી હોટલ ફાર્મના રૂમ નં. 114માથી  બે મહિલા સહિત સાત જુગારપ્રેમીઓને ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલ આરોપીઓ પાસેથી રોકડા રૂા. 5,64,500 સહિત કુલ 17,89,500નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસે પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો  તળે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી આદરી છે.