26000ના મુદામાલ સાથે મંજલમાંથી નવ ખેલીઓને ઝડપી પાડતી નખત્રાણા પોલીસ

copy image

નખત્રાણા પોલીસે  મંજલમાથી 26000ના મુદામાલ સાથે નવ જુગાર પ્રેમીઓને ઝડપી પડ્યા હતા. મળેલ માહિતી અનુસાર પૂર્વ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી મંજલ ગામમાં રૂપિયાની હારજીતનો જુગાર રમતા નવ શખ્સોને ઝડપી તેમની પાસેથી રોકડા રૂા. 14,200 તેમજ સાત મોબાઈલ મળી કુલ રૂા. 26000નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. પોલીસે પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો  તળે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી આદરી છે.