50 લાખની બોગસ નોટો સાથે બે ભુજવાસીઓની ધરપકડ
copy image
મહારાષ્ટ્ર પોલીસે તદ્દન સાચી લાગતી બાળકોને રમવાની 50 લાખની બોગસ નોટો સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી. વધુ તપાસ હાથ ધરતા બંને આરોપીઓ ભુજના હોવાનું સામે આવ્યું હતું. પકડાયેલ શખ્સો પાસેથી એક લાખથી વધુની રોકડ જપ્ત કરાઈ હતી. મળેલ માહીતી અનુસાર મુંબઈના ખારઘર પોલીસ મથકની ટીમે પૂર્વ બાતમીના આધારે રેઇડ પાડી ઉસ્માન દુશાપ સાહા તેમજ અબ્દુલ હસન તુર્ક નામના બે શખ્સો પાસેથી ચલણી નાણાં જેવી જ દેખાતી `ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયા’ લખેલ રૂા. 50 લાખની કિંમતની નોટો જપ્ત કરી હતી. તેમજ આરોપીઓ પાસેથી રૂા. 1,09,500ની રોકડ પણ જપ્ત કરાઈ હતી. વધુ તપાસ દરમીયાન 500ની 9,981 નોટ મળી આવેલ હતી, જેનું મૂલ્ય રૂા. 49,90,500 થાય છે. જે નોટો પર કોઈ પણ પ્રકારના નંબર કે અન્ય કોઈ માન્ય વિગત પણ દર્શાવેલ ન હતી, પોલીસે આરોપીઓને ઝડપી તેની વિરુદ્ધ છેતરપિંડીની કલમો તળે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.