ચરસ મળવાનો સિલસિલો જારી : જખૌ પાસેથી વધુ એક ચરસનું પેકેટ મળી આવ્યું

charas

copy image

બીએસએફની ટીમે જખૌ પાસેથી અવિરત મળતા માદક પદાર્થ ચરસનું વધુ એક પેકેટ ઓગાત્રા બેટ નજીકથી ઝડપી પાડયું હતું. મળેલ માહિતિ મુજબ તલાશી અભિયાન દરમિયાન સીમા સુરક્ષા દળની ટુકડીને ઓગાત્રા બેટ નજીક કોફીના પેકિંગમાં `બ્લેક કોફી ડાર્ક સુપ્રિમો’ નું એક કિલોગ્રામના વજનનું ચરસનું પેકેટ મળ્યું હતું. બીએસએફ દ્વારા  જખૌ આસપાસના વિસ્તારોમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.