ગાંધીધામ ખાતે આવેલ ગળપાદર જિલ્લા  જેલ પાછળથી 62,450 ના મુદામાલ સાથે પાંચ ખેલીઓ ઝડપાયા

copy image

ગાંધીધામ ખાતે આવેલ ગળપાદરમાં જિલ્લા જેલના પાછળના ભાગે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આશાપુરા મંદિર સામે 400 ક્વાર્ટર વિસ્તારમાં સાંજના અરસામાં  પોલીસે જુગાર રમતા પાંચ ખેલીઓને ઝડપી પાડયા હતા. મળેલ માહિતી અનુસાર પકડાયેલા શખ્સો પાસેથી  રૂા. 12,450, બે મોબાઇલ તેમજ એક વાહન એમ કુલ રૂા. 62,450 નો મુદ્દામાલ કબ્જે કરેલ હતો. પોલીસે પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો  તળે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી આદરી છે.