માંડવી તાલુકાનાં દેવપરના શખ્સ પર 4 ઇસમો દ્વારા હુમલો કરાતા ગઢશીશા પોલીસ મથકે  ફરિયાદ નોંધાઈ

માંડવી ખાતે આવેલ દેવપરમાં રહેતા શખ્સને ચાર ઇસમોએ ગાળાગાળી કરી ધકબુશટનો માર મારતા ગઢશીશા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. મળેલ માહિતી અનુસાર ફરિયાદી અનવર હુસેન ઈબ્રાહીમ ખલીફા દ્વારા ગઢશીશા પોલીસ મથકે ચાર ઈશમો વિરુદ્ધ ફરિયાદ નોધાવવામાં આવેલ  છે.નોંધાવેલ ફરિયાદ અનુસાર  આરોપીઓએ ગઢશીશા-મઉ રોડ પર આવેલ આશાપુરા પેટ્રોલપંપ અને ત્યારબાદ મઉ ચોકડી નજીક આવી ફરિયાદીને ગાળો બોલી ધકબુશટનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. બનાવ અંગે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.