અમદાવાદ ખાતે આવેલ વસ્ત્રાપુર પુરની કંપની સાથે 5.87 કરોડની છેતરપિંડી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
copy image
અમદાવાદ ખાતે આવેલ વસ્ત્રાપુરમાં એક કંપની સાથે શિપિંગ કંપનીના બે માલિકે 5.87 કરોડની ઠગાઈ આચરતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જેમાં એક માલિક મૂળ કચ્છના વતની હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે અમદાવાદનાં વસ્ત્રાપુરમાં કંપની ધરાવતા હર્ષદ નાઈક દ્વારા વસ્ત્રાપુર પોલીસ મથકે પ્રવીણ ભાનુશાળી અને દર્શિત જયેશ ભાનુશાલી સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જેમાં પ્રવીણ ભાનુશાળી મૂળ કચ્છના તરાના વતની હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે હર્ષદે નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમની કંપની દ્વારા આયાત તથા નિકાસ કરવામાં આવતા કેમિકલના માલની કસ્ટમ કામગીરી આરોપી ગ્લોબલ ક્લીયરન્સ એન્ડ લોજિસ્ટિકના પ્રોપરાયટર પ્રવીણ અને દર્શિત કરી રહ્યા હતા. તે બંને લોકોએ સાથે મળી યોજના બનાવી ગત તા. 7/1/2020થી 17/10/2022 સુધીમાં ફરિયાદીની કંપનીના કેમિકલના આયાત માલની કસ્ટમ ડયુટી તેમજ આઈજીએસટી પેટે ફરિયાદીની કંપની પાસેથી રૂપિયા લઈ સરકારમાં જમા કરવાના બદલે પોતે પચાવી જઈ ઠગાઈ આચરી હતી ઉપરાંત કંપનીને શંકા ન જાય તે માટે કસ્ટમ વિભાગના નકલી સિક્કા બનાવ્યા હોવાનું પણ જણાવવામાં આવેલ છે. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.