ભુજ ખાતે આવેલ ટાંકણાસર ગામની સીમમાંથી દેશી બંદૂક સાથે શખ્સને ઝડપી પાડતી એસઓજી ટીમ
copy image
ભુજ ખાતે આવેલ ટાંકણાસર ગામના સીમ વિસ્તારમાં આવેલ નેરો તળાવ નજીકથી એસઓજી ટીમે દેશી બનાવટની ગેરકાયદેસર બંદૂક સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. મળેલ માહતી અનુસાર એસઓજી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમીયાન તેમને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે ભુજના ટાંકણાસર ગામના આરોપી જાકબ મામદ જતને એસઓજી ટીમે ગેરકાયદેસર બંદૂક સાથે ઝડપ્યો હતો. ટાંકણાસર ગામની સીમમાં આવેલા નેરો તળાવ પાસેથી ઝડપાયેલા આરોપી પાસેથી રૂપિયા 2 હજારની કિમતની દેશી બનાવટની બંદૂક જપ્ત કરી આરોપી વિરુદ્ધ માનકુવા પોલીસ મથકે આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.