ઘરેલુ ઝગડાએ હિંસક રૂપ ધારણ કર્યું માતાએ કર્યો પુત્ર પર છરી વડે વાર
ગત દિવસે ભુજના કેમ્પ એરિયામાં પુત્રએ માતા પાસે રૂપિયા માગતા ઝઘડો થયેલ હતો. થયેલ ઝગડામાં ઉશ્કેરાઈ જઈ માતાએ પુત્રના ગળામાં છરી વડે બે છેકા માર્યા હતા. આ બાબતે કેમ્પ એરિયાના લશ્કરી માતમ પાસે રહેતા 20 વર્ષીય મોશીન સતાર નોડે દ્વારા બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત સાંજે ફરિયાદીએ તેની માતા જલુબેન નોડે પાસે વાપરવા માટે રૂપિયા માગતા બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. આમ અવાર-નવાર થતા ઝઘડાઓનું મનદુ:ખ રાખી આરોપી જલુબેને ફરિયાદીના ગળાના ભાગે છરી વડે બે છેકા મારી સામાન્ય ઇજા પહોંચાડેલ હતી. પોલીસે હથિયાર બંધી, જાહેરનામા ભંગ સહિતની વિવિધ કલમો અંતર્ગત ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.