નખત્રાણા ખાતે આવેલ ઝીલ રેસિડેન્સીમાં ચાલતા જુગારના અડ્ડા પરથી કુલ 1,85,300ના મુદ્દામાલ સાથે નવ ખેલીઓ ઝડપાયા

copy image

ગત દિવસે નખત્રાણા ખાતે આવેલ ઝીલ રેસિડેન્સીમાં રહેણાંકના મકાનમાં ચાલતા જુગારના અડ્ડા પર એલસીબીએ દરોડો પાડી નવ જુગાર પ્રેમીઓને રોકડા રૂા. 83,300, 14 મોબાઈલ કિં રૂા. 52,000 અને બે બાઈક કિ. રૂા. પ0,000 એમ કુલ કિ.1,85,300ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. મળેલ માહિતી અનુસાર ગત સાંજે એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન તેમણે ખાનગી રાહે બાતમી મળી હતી કે, નખત્રાણાની ઝીલ રેસિડેન્સીમાં અજિતસિંહ રણજિતસિંહ જાડેજા નામનો શખ્સ પોતાના મકાન બહારથી ખેલીઓ બોલાવી નાલ ઉઘરાવી તીનપતીનો જુગાર રમાડી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી અજિતસિંહ સહિત નવને ઝડપી પાડ્યા હતા. પકડાયેલ આરોપીઓ સામે નખત્રાણા પોલીસ મથકે જુગાર ધારાની કલમો ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.