ભુજ તાલુકાના સુખપરની વાડીમાંથી 1 લાખના મુદામાલ સાથે છ ખેલીઓને ઝડપી પાડતી એલસીબી ટીમ

copy image

ભુજ ખાતે આવેલ સુખપરની વાડીમાંથી 1 લાખના મુદામાલ સાથે એલસીબી ટીમે છ જુગાર પ્રેમીઓને ઝડપી પાડ્યા હતા.  મળેલ માહિતી અનુસાર એલસીબીની ટીમ ભુજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન તેમણે ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભુજના સુખપરમાં હીરજી પ્રેમજી હાલાઈ નામનો શખ્સ પોતાની વાડીમાં ઓટલા પર જાહેર જગ્યામાં બહારથી ખેલીઓ બોલાવી જુગાર રમી-રમાડે છે મળેલ બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડે ગંજીપાના વડે જુગાર રમતા હીરજી સહિત છ ઈશમોને રોકડા રૂા. 55,350 અને છ મોબાઈલ કિં. રૂા. 45,000 એમ કુલ 1 લાખ 350ના  મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પાકડાયેલા આરોપીઓ સામે માનકૂવા પોલીસ મથકે જુગારધારની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.