ભુજમાં 1 લાખ 29 હજારના મુદ્દામાલ સાથે પાસા ફેંકતા પાંચ જુગારપ્રેમીઓને ઝડપી પાડતી ભુજ એ ડિવિઝન પોલીસ

copy image

ભુજ ખાતે આવેલ સરપટનાકા બહાર નાગનાથ મંદિર પાસે વાવ ફળિયામાં નાલ ઉઘરાવી ધાણીપાસા વડે જુગાર રમતા પાંચ ખેલીઓને પોલિસે ઝડપી પાડ્યા હતા. મળેલ માહિતી અનુસાર  ભુજ શહેર એ-ડિવિઝન પોલીસે પૂર્વબાતમીના આધારે પાડેલ દરોડામાં ભુજના સરપટનાકા બહાર નાગનાથ મંદિર પાસે વાવ ફળિયામાં આરોપી વ્રજલાલ રેવાશંકર રાજગોરના રહેણાંક મકાનમાં ખેલીઓ બોલાવી નાલ ઉઘરાવી ધાણીપાસા વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમતા વ્રજલાલ સહિત પાંચ જુગારપ્રેમીઓને ઝડપી રોકડા રૂા. 18,670 મોબાઈલ નંગ કિ. રૂા. 10,500 તથા વાહન નંગ-2 કિ. રૂા. 1,00,000 મળી કુલ રૂા. 1,29,170નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે પકડાયેલા આરોપીઓ સામે જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.