ભુજના ભીરંડિયારાના સીમ વિસ્તારમાથી 1.61 લાખના વાયરની તસ્કરી થતાં ચકચાર
ભુજ ખાતે આવેલ ભીરંડિયારા સીમ વિસ્તારમા આવેલ ખાનગી કંપનીના ટાવર પરથી 1.56 લાખના વાયર અને પાંચ હજારના જોઈંટર અજાણ્યા શખ્સો તસ્કરી કરી નાસી છૂટ્યા હતા, જે અંગે ખાવડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર જ્યોતિ સ્ટ્રકચર્સ લિ. કંપની-મુંબઇવાળાના ભીરંડિયારાની સીમમાં આવેલા ટાવર પરથી એલ્યુમિનિયમ વાયર મીટર 2400, વજન 3120 જેની કિં. રૂા. 1,56,000 તથા જોઈંટર બે નંગ કિં. રૂા. 5000 એમ કુલ કી. 1,61,000ના મુદ્દામાલની તસ્કરી કોઇ અજાણ્યા શખ્સ દ્વારા તા. 25-8ના સાંજથી બીજા દિવસની સવાર દરમીયાન કરવામાં આવેલ છે. આ અંગે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.