પાંચ માસ અગાઉ ચોરાયેલા મોબાઇલનો ભેદ એલસીબીએ ઉકેલ્યો
માંડવી ખાતે આવેલ સ્ટાર મોબાઇલ શોપમાંથી શોપના માલિકનો પાંચ માસ અગાઉ સેમસંગ એસ-21 પ્લસ મોબાઇલની તસ્કરી થઈ હતી, જેનો ભેદ એલસીબીએ ઉકેલ્યો છે. ગત દિવસે એલસીબીની ટીમ માંડવી તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમીયાન એએસઆઇ દેવજીભાઇ મહેશ્વરી તથા સુનિલભાઇ પરમારને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ચોરી થયેલ મોબાઈલ હાલમાં કુંવરજી નારણ પીંડોરિયા વાપરે છે મળેલ બાતમીના આધારે કુંવરજીના ઘરે જઈ તપાસ કરતાં તેની પાસેના મોબાઇલ આધાર-પુરાવા માંગતા તે રજૂ કરી શક્યો ન હતો. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.