ભુજમાં શ્રધ્ધા એપાર્ટમેન્ટમાં વેચાણે આપી દીધેલ મકાન પર લોન લઇ વિશ્વાસઘાત થતાં એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
ભુજ ખાતે આવેલ હિંગલાજનગરમાં રહેતા મહિલાએ લીધેલ મકાન પર આરોપીઓ દ્વારા 20 લાખની લોન લઇ વિશ્વાસઘાત કરાતા પોલીસે મથકે ફરિયાદ નોધાઇ છે. મળેલ માહિતી અનુસાર ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકે સુશીલાબેન ભરતભાઈ રામાણી દ્વારા પ્રમુખસ્વામીનગરમાં રહેતા પિયુષભાઈ રાજારામ પંડ્યા અને અંજનાબેન પિયુષભાઈ પંડ્યા વિરુદ્ધ ફરિયાદ નોધાવવામાં આવેલ છે. મળતી માહિતી અનુસાર ફરીયાદીએ આરોપીઓ પાસેથી શ્રધ્ધા એપાર્ટમેન્ટમાં મકાન નંબર 4 કુલ કિ.13 લાખના ભાવે વેચાણે લીધેલ હતું. જેનું કાચું લખાણ રૂપિયા 100 ના સ્ટેમ્પ પેપર પર કરવવામાં આવેલ હતું. ફરિયાદીએ આરોપીઓને કુલ 9.50 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. આ દરમીયાન આરોપીઓએ મકાન પર ગ્રામીણ બેંક ઓફ બરોડામાંથી રૂપિયા 20 લાખની લોન કરાવી છેતરપિંડી કરેલ છે. આ બનાવ અંગે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.