ગાંધીધામ ખાતે આવેલ પડાણામાં ગોદામમાથી 7.20 લાખના બોરિક એસિડની તસ્કરી
copy image
ગાંધીધામ ખાતે આવેલ પડાણા નજીક એક ગોદામના શટર ઊંચા કરી તેમાંથી તસ્કારોએ રૂા. 7,20,000ના બોરિક એસિડની તસ્કરી કરી હતી. મળેલ માહિતી મુજબ પડાણામાં શ્રીજી વેરહાઉસિંગ એન્ડ લોજિસ્ટિક કંપનીએ ચાર ગોદામ ભાડે રાખેલ છે, જે પૈકી ગોદામ નંબર-બે હિન્દુસ્નાત યુની લિવર કંપનીને ભાડે આપવામાં આવેલ છે. આ કંપની દ્વારા ગોદામમાં ચીફ્સ ઓફ સોડિયમ આઈસોનેટેન્ડ તથા બોરિક એસિડનો સંગ્રહ કરવામાં આવ્યો છે. ગોદામ ઉપર શ્રીજી વેરહાઉસિંગ કંપનીએ સુરક્ષા કર્મીઓ રાખેલ છે, પરંતુ અહીં સી.સી.ટી.વી. કેમેરા લગાડવામાં આવેલ નથી, તેવું ફરિયાદમા જણાવવામાં આવેલ છે. આ ગોદામમાંથી ગત તા. 16/8 થી 19/8 દરમ્યાન ચોરીના બનાવને અંજામ આપવામાં આવ્યો હતો. ચોકીદાર સૂઈ ગયેલ હતા. તે દરમીયાન તસ્કરો શટર ઊંચા કરી અંદર ઘૂસ્યા અને અંદરથી 25 કિલોની ક્ષમતાવાળી 40 બેગમાં ભરેલ બોરિક એસિડની ચોરી કરી નાસી છૂટ્યા હતા. વાહન લઈને આવેલા આ ઈશમોએ રૂા. 7,20,000ના માલની તસ્કરી કરી નાસી છૂટેલ હતા. આ અંગે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.