ગાંધીધામમાં ઓફિસમાથી 17.43 લાખના મુદ્દામાલ સાથે છ ખેલીઓ ઝડપાયા
copy image
ગાંધીધામ ખાતે આવેલ ઓસ્લો પાસે આવેલ મધુબન કોમ્પ્લેક્ષના ત્રીજા માળે ઓફિસ નંબર 303માં બ્રીજ કેરિયર નામની ઓફિસમાં સુભાષનગરનો સુનિલ લક્ષ્મણ શર્મા બહારથી ખેલીઓ બોલાવી તેમને જુગાર રમાડી નાલ ઉઘરાવતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. મળેલ માહતી અનુસાર ઓફિસમાં છાપો મારી પોલીસે ઓફિસમાં ટેબલ પર પત્તા ટીંચતા 6 શખ્સોની ધરપકડ કરેલ હતી. પકડાયેલ આરોપીઓ પાસેથી રોકડ રૂા. 70,100, આઠ મોબાઇલ તેમજ ત્રણ વાહન એમ કુલ રૂા. 17,43,600નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. પોલીસે તમામ ખેલીઓ વિરુદ્ધ જુગારધારની કલમો તળે ગુનો દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.