રાપર ખાતે આવેલ મોટી હમીરપરની ચોરીનો ભેદ ઉકેલી પોલીસે બે શખ્સોને ઝડપ્યા
copy image
રાપર ખાતે આવેલ મોટી હમીરપર ગામમાં વાડીએ ગયેલા ખેડૂત દંપતીના બંધ ઘરના તાળાં તોડી રૂા. 1,72,200ની તસ્કરી કેસમાં પોલીસે બે શખ્સની ધરપકડ કરી તમામ મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રાપર ખાતે આવેલ મોટી હમીરપર ગામમાં રહેનાર હરજી દાના ચૌધરી અને તેમના પત્ની ગત તા. 23/8ના સવારના અરસામાં પોતાની વાડીએ ગયેલ હતા જ્યાંથી મહિલા સાંજે પરત આવતાં તેમના ઘરમાંથી રૂા. 1,72,000ની મતાની તસ્કરી થઇ હોવાનું સામે આવ્યું હતું. આ બનાવ અંગે તા. 24/8ના સાંજના અરસામાં પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આ બનાવની તપાસ કરતા ગામના ઘનશ્યામ અંબાવી બંગારી તેમજ મનસુખ અખા ઉમરને ઝડપી પાડયા હતા. આ બંને આરોપીઓ ગામના મેદાનમાં એક થેલી સાથે હાજર હતા તે દરમીયાન પૂર્વ બાતમીના આધારે પોલીસે તેમને ઝડપી તેમની પાસેથી સોનાની રામરામી, સોનાની સોનારિયા કંઠી, સોનાનું એક દાણિયું, ચાંદીના કડલા, ચાંદીના નાના સાંકળા, કાંસાની 12 થાળી એમ કુલ રૂા. 1,72,200નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે બંને આરોપીઓને ઝડપી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.