મુંદ્રા ખાતે આવેલ ઝરપરાના તળાવ પાસેથી 1 લાખના મુદ્દામાલ સાથે ત્રણ જુગારપ્રેમીઓ ઝડપાયા
copy image
મુંદરા ખાતે આવેલ ઝરપરાના સોની તળાવ નજીક આવેલ બાવળની ઝાડીમાં બપોરના અરસામાં ગંજીપાના વડે જુગાર રમતા ત્રણ શખ્સોને રોકડા રૂા. 16,200 અને ત્રણ મોબાઇલ કિં. રૂા. 15000 તથા મોટર સાઈકલ અને એક્ટિવા નંગ 3 કિં. રૂા. 75,000 એમ કુલે રૂા. 1,06,200ના મુદ્દામાલ સાથે મુંદરા પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામ ખેલીઓ વિરુદ્ધ જુગારધારની કલમો તળે ગુનો દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.