મુંદરા ખાતે આવેલ લૂણી નજીક હમીરામોરાના દરિયાકિનારેથી મળેલી મહિલાની લાશના પ્રકરણમાં શખ્સ ઝડપાયો

copy image

મુંદરા ખાતે આવેલ લૂણી નજીક આવેલ હમીરામોરાના દરિયાકાંઠાના નિર્જન વિસ્તારમાંથી દોઢેક માસ પૂર્વે મહિલાની લાશ મળી આવેલ હતી,  મળેલ માહિતી અનુસાર દોઢ માસ પહેલાના આ બનાવમાં મૃતક મહિલા 38 વર્ષીય લક્ષ્મીબેન જિતેન્દ્ર ભટ્ટનું નામ સામે આવ્યું છે અને આ ખૂનને અંજામ આપનારા આરોપીઓમાં યોગેશ કમલપ્રસાદ જોટિયાણા અને નારણ બાબુલાલ જોગી  તેમજ એક કાયદાના સંઘર્ષમાં આવેલી સગીરાનો સમાવેશ થાય છે, તેવું જાણવા મળી રહ્યું છે. આ મામલે વધુ મળતી માહિતી અનુસાર ગત 13/7ના હમીરામોરાના નિર્જન દરિયાકાંઠાથી રેતીમાં મહિલાની અર્ધ દટાયેલી લાશ મળી આવેલ હતી. પોલીસને શરૂથી જ આ બનાવ હત્યા અથવા લાશના નિકાલનો હોવાની શંકા હતી. જામનગર પોસ્ટમોર્ટમ કરાવવામાં આવેલ હતું પરંતુ દેહ કોહવાયેલો હોવાથી મોતનું ચોક્કસ કારણ સામે આવી શક્યું ન હતું. આ ગુનાહિત બનાવની આશંકાને ધ્યાનમાં  લઇ પ્રથમ મૃતદેહની ઓળખ જાણવા એફ.એસ.એલ., ડોગ સ્ક્વોડ, જિલ્લા તથા જિલ્લા બહાર દેહની તસવીરોની પ્રસિદ્ધિ, સી.સી.ટી.વી. ફૂટેજ ચકાસણી, પેમ્ફ્લેટ્સ છપાવી વહેંચણી  કરવા સહિતના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

ઉપરાંત મૃતદેહ મળ્યાનો વિસ્તાર સૂમસામ હોવાના કારણે થોડે દૂર પગડિયા માછીમારો અને માલધારીઓની મર્યાદિત અવર જવર હોવાના કારણે અલગ અલગ રીતે માહિતી મેળવવા ટાસ્ક આપી નિયમિત સંપર્ક રાખવામાં આવેલ હતો, જે દરમીયાન એક શંકાસ્પદ વ્યક્તિ મળી આવેલ હતી. આ શંકાસ્પદ શખ્સના મોબાઇલ નંબર મેળવી સી.ડી.આર. કઢાવી તેની વિગતો ચકાસી તેને ઉપલબ્ધ પુરાવાઓના આધારે પૂછપરછ કરવામાં આવતા આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી, અને આખા ખૂની ખેલનો પર્દાફાશ થયો હતો. આ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ  કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

copy image