ગાંધીધામમાં વિદેશી શરાબની 11 બોટલ  સાથે  એક શખ્સ ઝડપાયો

hathkadee

copy image

ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગ હતી તે દરમિયાન તેમને ખાનગી રહે બાતમી મળે હતી કે, કોઈ અજાણ્યો ઈશમ વિદેશી શરાબ લઈ જઈ રહ્યો છે. મળેલી બાતમીના આધારે ફાયર બ્રિગેડ સામેના સર્વિસ રોડ પર વોચ ગોઠવી બાઇક પર દારૂ લઇ જતા મેઘજી કારાભાઇ બડગા નામના શખ્સને  રૂ.3,850 ની કિંમતના વિદેશી શરાબની 11 બોટલ સાથે પકડી લઇ વાહન અને મોબાઇલ સહિત કુલ રૂ.53,850 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે આરોપી સામે ગુનો દાખલ કરી આગળની વધુ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.