મુંદ્રા ખાતે આવેલ ભદ્રેશ્વરમાં એક યુવાન પર ત્રણ શખ્સોનો હુમલો
મુન્દ્રા ખાતે આવેલ ભદ્રેશ્વરમાં માછી માર યુવાન પર ત્રણ શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જે બાબતે મુંદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. નોંધાવેલ ફરિયાદ અનુસાર આ બનાવ મુન્દ્રાના ભદ્રેશ્વર સ્થિત રંધ બંદરે બન્યો હતો. જેમાં પોતાના ઘર આગળ પાળો બાંધતા ફરિયાદીને અમારા પાળાને નુકસાન કેમ કરે છે કહી આરોપી ડાડા અભુ માણેક,નુરમામદ અભુ માણેક અને અલી અભુ માણેક એમ ત્રણ ઈસમોએ ધોકા વડે મૂઢ માર માર્યો હતો. બનાવને પગલે મુન્દ્રા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.