અંજાર તાલુકાનાં સિનુગ્રા નજીકથી દારૂની 12 બોટલ સાથે 1 શખ્સને ઝડપી પાડતી એલસીબી ટીમ

hathkadi

copy image

અંજાર ખાતે આવેલ સિનુગ્રા નજીક બાઇક પર દારૂની હેરફેર કરતાં શખ્સને એલસીબીએ વિદેશી દારૂની 12 બોટલો સાથે ઝડપી પાડ્યો હતો. મળેલ માહિતી અનુસાર એલસીબીની ટીમ અંજાર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સિનુગ્રા નજીક પહોંચતા તેમણે ખાનગી રહે બાતમી મળેલ હતી કે, મોટી ખેડોઇનો અજયસિંહ નટુભા ચુડાસમા બાઇક પર દારૂની બોટલો લઇ અંજાર તરફ જઈ રહ્યો છે. મળેલ બાતમીના આધારે વોચ ગોઠવી અજયસિંહને રૂ.4,110 ની કિંમતના વિદેશી દારૂની 12 બોટલો સાથે ઝડપી પાડ્યો હતો.