ગાંધીધામમાં વાહનમાંથી પોલીસે વિદેશી શરાબ ઝડપી પાડ્યો : આરોપી ફરાર

copy image

 ગાંધીધામમા એક ટૂ વ્હીલર વાહનમાંથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો હતો. પરંતુ, આરોપી નાસી છૂટ્યો હતો. મળેલ માહિતી અનુસાર પૂર્વ બાતમીના આધારે પોલીસે ગાંધીધામના મહેશ્વરી નગર નજીક બપોરના અરસામાં કાર્યવાહી હાથ ધરી હતી. નંબર પ્લેટ વગરની ગ્રે કલરની જ્યુપીટરમાં શખ્સ દારૂ લઈને આવતો હોવાની બાતમી મળેલ હતી. વોચમાં રહેલી પોલીસને જોઈને વાહનચાલક ભાગ્યો હતો અને નાસી છૂટ્યો હતો. વાહનની ડીકીમાંથી રૂા. 850ની એક એવી 6,800ની કિંમતની 8 બોટલ જપ્ત કરાઈ હતી. આ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.