પોલીસે હબાય હત્યા કેસના ભાગેડુને રાજસ્થાનથી ઝડપી પાડ્યો

copy image
જામીન મળ્યા બાદ ફરીથી હાજર ન થવાની બદલે અઢી વર્ષ સુધી નાસતા ફરતા હબાય હત્યા કેસના આરોપીને પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો. સપ્ટેમ્બર-2018 દરમીયાન ભુજ ખાતે આવેલ માધાપર હાઇવે પર દીપક પેટ્રોલ પંપ પાસે છરી, ટામી અને ધોકા સહિતના હથિયારો વડે ખૂન કર્યા હોવાનો બનાવ બન્યો હતો. જે મામલે મોહન હરિલાલ સહિત ચાર શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીઓ પૈકીના મોહનને વચગાળાના સાત દિવસના રિમાન્ડ મળ્યા બાદ તે હાજર થયો ન હતો તેમજ અઢી વર્ષ સુધી તે નાસતો રહ્યો હતો. કોર્ટ દ્વારા તેનું વોરન્ટ પણ કાઢવામાં આવેલ હતું તેમજ ભાગેડુ જાહેર કરવાની કાર્યવાહી પણ કરવામાં આવેલ હતી. દરમ્યાન પોલીસે તેને રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો. પકડ્યા બાદ તેને ફરી જેલ ખાતે મોકલવામાં આવેલ છે.
