અંજાર ખાતે આવેલ મેઘપરમાં 16 વર્ષીય કિશોરીએ ફાંસો ખાઇ મોતને ભેટો કર્યો

અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચી સીમમાં આવેલા શ્યામનગરમાં રહેતી 16 વર્ષીય કિશોરીએ કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું. આ બાબતે મળેલ માહિતી અનુસાર મેઘપર બોરીચી સીમમાં આવેલા શ્યામનગરમાં રહેતી 16 વર્ષીય જ્યોતિ શૈલેષભાઇ પ્રસાદે તા.30/8 ના સવારે 7:45 વાગ્યાના અરસામાં પોતાના ઘરે અગમ્ય કારણોસર દુપટ્ટા વડે ફાંસો ખાઈ અંતિમ પગલું ભર્યું હતું. મૃતદેહ લઇ આવનાર મૃતકના પિતાએ આપેલી વિગતોની જાણ તબીબે પોલીસને કરેલ હતી. બનાવ અંગે જાણ થતાં અંજાર પોલીસે આગળની વધુ તપાસ આદરી છે.