નખત્રાણા ખાતે આવેલ ખાંભલા- ગપાટમાં દબાણથી માલધારીઓ પરેશાન

નખત્રાણા ખાતે આવેલ ખાંભલા તેમજ બગપાટની સીમમાં સરકારી તેમજ ગૌચર જમીન પર અમુક બહારના તત્વો દ્વારા દબાણો કરી દેવામાં આવતા માલધારીઓને વગડામાં પશુના ચરિયાણ ભારે મુશ્કેલીઓ થઈ રહી છે આ અંગે નખત્રાણાના નાયબ કલેક્ટર તેમજ મામલતદાર સમક્ષ રજૂઆત કરવામાં આવેલ હતી. મળેલ માહતી અનુસાર માલધારીઓના પશુ ખાંભલા અને બગપાટની સરકારી ગૌચર જમીનમાં ચરિયાણ કરે છે જે જમીન પર દબાણ થઇ ગયેલ છે.