અમદાવાદથી ભુજ આવતી ટ્રેનમાં મોબાઇલની તસ્કરી થતાં ફરિયાદ નોંધાઈ
copy image
અમદાવાદથી ભુજ ચાલુ ટ્રેનમાંથી એક વૃદ્ધના મોબાઇલની તસ્કરી થતાં રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. મળેલ માહતી અનુસાર ભુજમાં આવેલ હોસ્પિટલ રોડ સોમનાથ એપાર્ટમેન્ટમાં રહેનાર ફરિયાદી બાબુ કાનજી શ્રીમાળી ગત તા. 27/8ના સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં બેસી ભુજ આવવા નેકળેલ હતા. આ ટ્રેન તા. 28/8ના સવારે ગાંધીધામ પહોંચી હતી. ટ્રેન આદિપુર બાજુ આગળ વધી તે પહેલાં ફરિયાદીએ પોતાનો મોબાઇલ ચાર્જિંગમાં મુકેલ હતો. આદિપુર આવતા ફરિયાદીએ જોતાં પોતાનો મોબાઇલ હાજર ન હતો. પોલીસે આ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.