ભુજમાં થયેલ લેપટોપ ચોરીનો ભેદ એ – ડિવિઝન પોલીસે ઉકેલ્યો

 ભુજના સરપટનાકા વિસ્તારમાં આવેલ સેતુ માહિતી કેન્દ્રની ઓફિસમાંથી ગત ગુરુવારના દિવસે  બે લેપટોપ કિં. રૂા. 22000 ની તસ્કરી કરનાર શખ્સને ભુજ શહેર એ – ડિવિઝન પોલીસે ઝડપી ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. મળેલ માહિતી અનુસાર, ચૌહાણ ટી હાઉસ નજીક આવેલ ઓફિસમાંથી ચોરી કરનાર આરોપીની શોધ અર્થે બનાવ સ્થળની બાજુમાં આવેલા શૌચાલયમાં કામ કરતા રાકેશ ગોવિંદભાઈ પરમાર પર શંકા જતાં પોલીસે વધુ છાનબીન કરતા ઓફિસનાં નળિયાં ખસેડી તેમાં રહેલા રૂા. 10000 અને રૂા. 12000ની કિંમતના બે લેપટોપ, ચાર્જર તથા બેગ સહિત કુલ રૂા. 22000ના મુદ્દામાલની તસ્કરીની કબૂલાત કરી હતી. પોલીસે ચોરીનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી આદરી  હતી.