ચેક પરત ફરતા આરોપીને દંડ ફટકારવામાં આવ્યો

Court-1495027562_835x547

copy image

બેંકમાંથી રૂા. 2,00,000નો ચેક પરત ફરવાના પ્રકરણમાં કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદ તેમજ ચેકની રકમ વળતર પેટે ચૂકવવા આદેશ જાહેર કર્યો હતો. મળેલ માહિતી અનુસાર ફરિયાદી વિશાલ પ્રતાપભાઈ ગોસ્વામીને મહિન્દ્રા શો રૂમમાં નોકરી કરતા રસિક ભીમભારથી ગોસ્વામીએ રૂા. 2,00,000નો ચેક આપેલ હતો. જે વિશાલભાઈએ બેંકમાં જમા કરવાતા પરત ફર્યો હતો. આ અંગે ભુજની કોર્ટમાં કેસ ચાલતાં આરોપીને એક વર્ષની સાદી કેદ અને 30 દિવસમાં ચેકની રકમ વળતરરૂપે પરત આપવા અંગે તેમજ વળતર ન આપવામાં આવે તો વધુ ત્રણ માસની સાદી કેદનો આદેશ જાહેર કર્યો હતો.