ભચાઉ ખાતે આવેલ સામખિયાળી અને જંગીમાં પશુઓમાં લમ્પીના લક્ષણો જોવા મળતા લોકો ચિંતામાં
ભચાઉ ખાતે આવેલ સામખિયાળી અને જંગી ગામમાં રસ્તે રઝળતા ઢોરોમાં લમ્પી રોગને અસર દેખાતા માલધારીઓ ચિંતામાં મુકાયા છે. ગત વર્ષે કોરોનાની જેમ ઢોરોમાં લમ્પી વાયરસના કારણે કચ્છમાં સેંકડો ઢોરોના મોત થયાં હતા. ફરી જંગી અને સામખિયાળીમાં ઢોરોમાં લમ્પી રોગના લક્ષણ દેખાઈ રહ્યા છે.વધુ મળતી માહિતી અનુસાર ભચાઉના પશુ ચિકિત્સક દ્વારા જાણવા મળ્યું હતું કે, ગત વર્ષે લમ્પીની ઝપટમાં આવી ગયેલા પશુઓ જ છે તેમજ ચિંતા જેવી કોઈ વાત નથી.