અંજાર ખાતે આવેલ રાધાનગર -2 કુંભારડીમાથી એક રહેણાક મકાનમાથી કુલ કિ. 1.44 લાખનો વિદેશી દારૂ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ

અંજાર ખાતે આવેલ રાધાનગર -2 કુંભારડીમાથી એક રહેણાક મકાનમાથી કુલ કિ. 1,44,000નો વેચાણ અર્થે રાખેલ વિદેશી દારૂ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યો હતો. મળેલ માહિતી અનુસાર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન તેમણે ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, અંજાર ખાતે આવેલ રાધાનગર -2 કુંભારડીમા એક રહેણાક  મકાનમા રહેતો ઈશમ પોતાના કબ્જાના મકાનમાં વેચાણ અર્થે વિદેશી દારૂનો જથ્થો રાખેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી મકાનના બાથરૂમમાં તપાસ કરતાં વીદેશી દારૂની પેટીઓમાથી કુલ કિ.1,44,000ની 384 બોટલ મળી આવેલ હતી. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.