અંજાર તાલુકાનાં મેઘપર બોરીચીમાં આવેલ અરીહંતનગર સોસાયટીમાં રહેણાક મકાનમાંથી કુલ કિ.6.28 લાખના મુદામાલ સાથે 8 જુગારપ્રેમીઓ ઝડપાયા
copy image
અંજાર પોલીસ પોલીસ મથકે હાજર હતી, તે દરમીયાન તેમણે ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીમાં આવેલ અરીહંતનગર સોસાયટીમાં સુરેશભાઇ ધીરજલાલ સદાણી નામનો ઈશમ પોતાના રહેણાક મકાનમાં બહારથી ખેલીઓ બોલાવી ગંજી પાનાં વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રમાડે છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી સુરેશભાઇ ધીરજલાલ સદાણી સહિત આઠ શખ્સોને કુલ કિ. 6,28,800ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ આરોપીઓ સામે જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ આરોપીઓ :
- સુરેશભાઇ ધીરજલાલ સદાણી ઉ.વ.47 રહે અરિહંતનગર,મેઘપર બોરીચી, અંજાર
- વિનોદભાઇ સુંદરલાલ બંસલ ઉ.વ.44 રહે શ્રીજી વિલા, મેઘપર બોરીચી, અંજાર
- મોહનભાઇ મૂળજીભાઇ વાઘેલા ઉ.વ.41 રહે વરસામેડી, અંજાર
- મોહનભાઇ સુંદરલાલ બંસલ ઉ.વ.36 રહે મેઘપર બોરીચી, અંજાર
- રાજેશભાઈ બાબુલાલ ઠક્કર ઉ.વ.45 રહે આદિપુર, ગાંધીધામ
- શક્તિસિંહ મહેન્દ્રસિંહ જાડેજા ઉ.વ.33 રહે વરસામેડી, અંજાર
- હરેશભાઈ ચંદ્ર્પ્રકાશ ટેકવાણી ઉ.વ.34 રહે મેઘપર બોરીચી, અંજાર
- વનરાજસિંહ નટુભા જાડેજા ઉ.વ.28 રહે વરસામેડી, અંજાર